મુકેશની મુંજવણ

                      મુકેશની મુંજવણ
મુકેશ અને સરલા પાડોસી નાનપણમાં સાથે રમતા.મુકેશની ઉમર ૬ વર્ષની સરલા ૯ વર્ષની મુકેશ નાનો, પણ લાગે સરલા કરતા મોટો પટેલનો દીકરો તેના દાદાને ખેતી-વાડીનો ધંધો ખેતરના કામમાં દાદા અને મુકેશના પિતા બન્નેના શરીર કસાયેલ મુકેશને પણ દાદા અને પિતાનો શરીર સ્વાસ્થયનો વારસો મળેલ ૬ વર્ષનો લાગે ૧૦ વર્ષનો.
મુકેશના પિતા કરસન ૭ ચોપડી ગામમાં ભણ્યા વધુ અભ્યાસ માટે નડિયાદ પટેલ બોર્ડિંગમાં ગયા મેટ્રીક પાસ થયા અને નડિયાદની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા. નડિયાદ ગામના પુંજાલાલ પટેલની કન્યા ગોમતી સાથે લગ્ન થયા અને નડિયાદમાં કરસન-ગોમતીનો ઘરસંસાર શરુ થયો.
સરલા,મુગટલાલ જોષી બ્રાહ્મણની દીકરી મુગટલાલ  નડિયાદની પ્રાથમિક શાળામાં પ્રિન્સીપાલ,તેમના પત્ની વિજયાગૌરી સુરતના બ્રાહ્મણ નર્મદાશકરના પુત્રી.
જોગાનુજોગ કરસન અને મુગટલાલ એક જ સોસાયટીમાં પાડોસી બન્ને કુટુંબ અવાર નવાર હળે મળે બન્ને બાળકો સાથે રમે, સરલા ત્રીજા ધોરણમાં, મુકેશ પહેલા ધોરણમાં બન્ને સાથે શાળામાં જાય, ઘેર આવે સાથે લેશન કરે સરલા ખુબ ચીવટવાળી પોતાના પુષ્તકો સાચવે મુકેશને આપે.
સરલા  પ્રથમ વર્ગમાં પાસ થઈ, નડિયાદની કોલેજમાં દાખલ થઈ.  મુકેશ બીજા વર્ગમાં,મુકેશ કોમર્સ કોલેજમાં ભણે. બાળપણના સાથી યુવાન પ્રેમમાં પડ્યા, સરલા પ્રથમ વર્ગમાં બી.એ પાસ થઈ. પિતાની શાળામાં શિક્ષીકાની નોકરી મળી ગઈ.
એક દિવસ વિજયાએ પુછ્યું “સરલા તારે માટે આપણી જ્ઞાતીના ભણેલા અને સારા હોદ્દાની નોકરી કરતા યુવાનોના માગા આવે છે, આ રવિવારે આપણા ઘેર ચા-પાણી માટૅ બોલાવેલ છે તું બીજે ક્યાંય જવાનું ગોઢવતી નહી”
“બા મારો હમણા વિચાર નથી મારે એમ.એ કરવું છે”
“સરલા, દીકરી બહુ ભણે તો વિવાહ કરવા મુશ્કેલ થાય તું સમજ તો સારું,”
“બા મારે વધારે ભણેલાની જરૂર નથી હું એમ.એ થઈશ તો પણ મને બી કોમ પાસ મુકેશ પસંદ કરશે.તું ચિંતા નહી કર”,
“એ લોકો પટેલ,આપણે બ્રાહ્મણ વિચાર તો કર”,
“બા આ ૨૧મી સદી છે અત્યારે કોઈ જ્ઞાતિ, જાતી, ધર્મના ભેદ-ભાવ રહ્યા નથી, અત્યારે આંતરરાષ્ટ્રિય લગ્ન પણ થાય છે.
મુકેશ બી કોમ પાસ થયો.તેના માતા-પિતા એ પણ પટેલ જ્ઞાતિની સારી કન્યાની શોધ શરું કરી દીધી.
કરસનભાઈએ મુકેશને લગ્ન વિશે વાત કરી “બેટા આપણી જ્ઞાતિમાં ભણેલી છોકરી મળવી મુશ્કેલ આપણા ગામની એક દીકરી કન્યાશાળામાં દાખલ થયેલ છે ત્યાંના કન્યાછાત્રાલયમાં રહે છે ૧૦મું પાસ કર્યું તું હા પાડે તો વાતચિત શરું કરીયે”
મુકેશે તો ફટ કહી દીધું બાપુ મારે તો સરલા સાથે પરણવું છે અમે બન્ને પ્રેમ કરીએ છીએ”
“અરે એ લોકો બ્રાહ્મણ આપણે પટેલ એતો વિચાર કર!’
“બાપુ મુગટકાકા અને વિજયાકાકીને વાંધો નથી સરલાએ તેમને જણાવી દીધું છે”.
“અરે વાહ આજે જ હું અને તારી બા મુગટભાઈને ઘેર જઈએ અને સરલાનો હાથ માંગીએ”.
બન્ને કુટુંબ મળ્યા અને સરલા મુકેશ જીવનસાથી બન્યા.
મુકેશને સરકારી બેન્કમાં નોકરી મળી ગઈ.
બન્નેના ઘરસંસારના થોડા વર્ષ આનંદમાં પસાર થયા.એક દીકરાનો જન્મ થયો, સરલાએ દીકરાના ઉછેર માટે સવારની ૭- ૧૨ની નોકરી શરુ કરી, મુકેશ ૧ થી ૮ની બેન્કમાં નોકરી કરે,બાળકનો પોતાની રીતે ઉછેર કરી શકાય એ હેતુ.દીકરાનું નામ સુમિત, સુમિતના નાનીમા અને દાદીમા બન્ને દોહિત્ર અને પૌત્રને સાચવવા તૈયાર હતા પરંતુ સરલાને વયસ્ક માતાઓને તકલીફ નહોતી આપવી.
સુમિત નાનપણથી હસમુખો અજાણ્યાને જોયને હસે સૌને વહાલો લાગે.ચાર વર્ષનો થયો શાળા શરુ કરાવી બાળપોથી, રવિવારે સરલા લાયબ્રેરીમાંથી બાળવાર્તાઓની ચોપડીયો લઈ આવે, સુમિતને વાંચતા શીખવાડે.મુકેશને આ જરાય નાગમે.બન્ને વચ્ચે દલીલ શરુ થઈ જાય.
“સરલાઆવડા નાનાને શાળા શરુ કરાવી રવિવારે પણ રમવા નહી દેવાનો!”
“હોશિયાર કરવો હોય તો અત્યારથી ધ્યાનરાખવું પડે મારે એને પ્રથમ શ્રેણીનો વિદ્ધાર્થિ બનાવવો છે, અને રોજ સાંજે હું એને ગાર્ડનમાં લઈ જાવ છું ત્યાં બધા બાળકો સાથે રમે છે”
“રવિવાર એક દિવસ જ મને રજા હોય ત્યારે મારે મારા દીકરા સાથે નહી રમવાનું!”
સુમિતઃપપ્પા તમે સાંજે વહેલા ઘેર આવોને તો આપણે બધા સાથે બાગમાં ફરવા જઇએ,
“બેટા મારે બેન્કમાં ૮ વાગ્યા સુધી કામ હોય હું વહેલો ન આવી શકુ”
“મુકેશ તમે હવે ૯થી ૫ માટે તમારા સુપરવાઝરની સાથે વાત કરો, મેં હવે ૧૧ થી ૫ જવાનું શરુ કર્યું છે, તો આપણે ત્રણે સાથે જમીને ગાર્ડનમાં જઈ શકીએ”, રાત્રે મોડા જમો અને ટી વી જોવો ને સુઇ જાવ એમાં તમારું વજનપણ વધતું જાય છે”,
તને તો તારા પિતાની લાગવગથી બધુ મળી શકે, મારા કોઈ સગા બેન્કમાં નથી”,
મુકેશ મને મારા પિતાની શાળામાં કે તેમની લાગવગથી નોકરી નથી મળી મને મારા કામની કદરના પ્રમાણપત્રથી કન્યાશાળામાં ૧૧થી ૫ની નોકરી મળી છે, પ્રયત્ન કરવાથી નિરધારીત કાર્ય જરૂર થઇ શકે છે, તારે બીજી સહકારી નાની બેન્કમાં અરજી કરવી જોઇએ, તારી બેન્કના મેનેજરના પ્રમાણપત્ર સાથે અરજી મોકલવાની બે ત્રણ બેન્કમાં પ્રયત્ન કરવાથી સફળતા મળે.
અવાર નવાર બન્ને વચ્ચે થતી આવી વાતોથી મુકેશનું પૌરુષ ઘવાતું સરલા મારા દીકરા સામે મને નીચો પાડે છે પોતે મારાથી હોશિયાર છે તે સાબીત કરે છે.પરિણામ પતિ-પત્નિના મન ખાટા થવા લાગ્યા.મુકેશ તેના પિતાને ઘેર જતો રહ્યો.
સુમિત પૂછે મમ્મી પપ્પા કેમ દાદાને ઘેર રહે છે? મારે પણ દાદાને ઘેર રહેવા જવું છે, મમ્મી તું પણ આવ આપણે બધા દાદાને ઘેર સાથે રહીશું ખૂબ મઝા આવશે.
સરલાઃબેટા પપ્પા થોડા દિવસમાં પાછા આવશે,આપણે જવાની જરૂર નથી.
સુમિતે થોડા દિવસ રાહ જોઈ પપ્પા ના આવ્યા.
સુમિતે એક સાંજે હઠ પકડી મમ્મી આજે મારે ,પપ્પા પાસે જવું છે,મારે જમવું નથી બાગમાં રમવાય નથી જવું.
બાળ હઠ સરલાને માનવું પડ્યું સાસરે બન્ને જણા મુકેશના પિતાને ત્યાં ગયા કરસન અને ગોમતી પૌત્રને જોયને આનંદવિફોર થઈ ગયા દાદાએ પૌત્રને દરવાજેથી ઉંચકી, ખોળામાં બેસાડ્યો ગોમતીએ બાપ દીકરા અને પૌત્રની થાળી પિરશી બધા સાથે જમ્યા, સાસુ-વહુ જમ્યા સહુ સાથે બાગમાં ફરવા ગયા. સુમિત ખૂબ ખુશ થયો પપ્પા તમે ઓફિસથી રોજ વહેલા આવશો? કરસનભાઈએ જવાબ આપ્યો હા બેટા તારા પપ્પાને અહીંની પિપલ્સ બેન્કમાં નોકરી મળી ગઈ છે, રોજ ૫ વાગે ઘેર આવી જશે, આપણે સહુ સાથે જમીને ફરવા જઈશું.
સરલાઃ વાહ બાપુજી સરસ સમાચાર!
હા બેન્કના મેનેજર પટેલ છે આપણા સગામાં અને મુકેશના સરકારી બેન્કના મેનેજરે સારો રિપોર્ટ આપ્યો તેથી તુરત નોકરી મળી ગઈ.
સાંભળતાજ સુમિત બોલ્યો મમ્મી આપણે હવે દાદાના ઘેર જ રહીએ આપણા ઘેર નથી જવું મને ત્યાં એકલા એકલા નથી ગમતું.
ગોમતીબહેન બોલ્યા બેટા આ ઘર તમારું જ છે.
સરલા સુમિતની અને સાસુ-સસરાની ઈચ્છાને માન આપી
બોલી હા બેટા આપણે સહુ સાથે રહીશું.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

1 Response to મુકેશની મુંજવણ

  1. Maheshchandra Naik કહે છે:

    સરસ વાર્તા….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s