મિત્રતા

pensive grandmother with granddaughter having interesting conversation while cooking together in light modern kitchen

Photo by Andrea Piacquadio on Pexels.com

ક્રિસમસના બે દિવસ પહેલા પાડૉશના ચાર મિત્રો બેક યાર્ડમાં

ભેગા મળી પોત પોતાના

ક્રિસમસ વીશ લીસ્ટની ચર્ચા કરે છૅ.ઉંમર આસરે ૭ અને ૧૨ વચ્ચેની,

૭ વર્ષની નાની  સારા તેના પિતા અફઘાનિસ્તાનમાં છે.

અને માતા ૧૨ મહિનાથી જોબ વગર છે, અનએમ્પલોઇમેન્ટ

બેનીફીટ પર છે. બોલી ‘મે આ વખતે સાંતાને ખુબ મોટુ લીસ્ટ આપ્યું છે.

આ વર્ષે મારી મમ્મીએ મને એક પણ બાર્બી નથી અપાવી,મારી

પાસે એક પણ ડોરા નથી, મારી પાસે હેના મોન્ટાનાના સોંગ્સ

પણ નથી,મારી બધી ફ્રેન્ડસ પાસે આ બધુ છે.મારા ડેડી અફઘાનિસ્તાન છે

એટલે મારી મમ્મી ઍફોર્ડ નથી કરી શકતી,પણ મને મારી મમ્મીએ કીધુ છે

સાંતા મારી બધી ઈચ્છા પૂરી કરશે’. બાકીના ત્રણે મિત્રો એક સાથે

‘વાવ સારા અમે બધા સાંતાને પ્રે કરીશુ અમારી એક ગીફ્ટ ઑછી

કરી તને આપે,’ ડૉમિનીક અને ડૅવીડ બન્ને ભાઇઓ એ પોતાનુ

બુમબોક્ષ સારાને આપે તેવો વિનંતી પત્ર સાંતાને લખવાનુ નક્કી કર્યુ

તો ૮ વર્ષની માયા બોલી હું મારી ડોરા તને આપવા જણાવીશ.

આમ ત્રણે ભાઇ બહેને મળી સારાને ખુશ કરી દીધી. સારા અને માયા

ખુસખુસાલ સ્વીંગ પર જુલ્યા.ડૅવીડ અને ડોમિનીક બાસ્કેટ બોલ રમ્યા

ત્યાં મમ્મીનો અવાજ સંભળાયો કીડ્સ ડીનર ટાઇમ અને ત્રણે ભાઇ બહેન

મમ્મીનો અવાજ સાંભળી સારાને બાય બાય કરી અંદર ગયા.

ત્યાં સારાની મમ્મીનો પણ અવાજ સંભળાયો સારા ચાલો ડીનર

તૈયાર છે અને સારા પણ મિત્રોને બાય કરી તેના ઘર તરફ વળી,

ઘેર જમતા જમતા મમ્મીને કહે’ મમ્મી માયા, ડેવિડ, અને ડોમિનીક

ત્રણે જણ મારા બેસ્ટ ફ્રેન્ડસ છે.મમ્મી બોલી’ હા બેટા તેઓની મમ્મી

પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે’.

‘મમ્મી ખરેખર સાંતા મને બધી ગિફ્ટ આપશે?’

‘હા બેટા સાંતા કોઇ બાળકને નિરાશ ન કરે ,

અને જેના ડેડી અફઘાનિસ્તાન હોય,તેની માંગ તો

ખાસ યાદ રાખે’.તે બધા બાળકોના નામ સાંતાના

સ્પેશીયલ લીસ્ટમાં હોઇ.

તો મમ્મી મને બધુ મળશે’

હા બેટા જરુર તને બધુ મળશે’

આમ મમ્મી અને ફ્રેન્ડ્સ બન્ને તરફથી

બાંયેધરી મેળવી સારા નિદ્રાધીન થઇ.

અને સારાની મમ્મી મેરી ફ્લાયરના પાના ફેરવવામાં પડી

છેલ્લી ઘડી એ સેલ સારુ મળી જાય અને દિકરીની

બધી માંગ પૂરી કરી શકે.

             ડૅવિડ ડોમિનીક અને માયાએ જમતા જમતા મમ્મી ડેડીને

સારાના વિશ લીસ્ટની વાત કરી.ડેવિડ બોલ્યો ડેડી હું સાંતાને ટેક્ષ્ટ મેસેજ

મોકલુ? હવે સમય ખુબ ઓછો છે,’મમ્મી બોલી ગુડ આઇડીયા’,

અને ડેવિડૅ તુરત જ સાંતાને ટેક્ષ્ટ મોક્લ્યો

ડીયર સાંતા,

અમે બે ભાઇઓ અમારો બુમ બોક્ષ  અમારી ફ્રેન્ડ સારાને આપવા

માંગીએ છીઍ આ અમારી ખાસ નમ્ર વિનંતી આપ સ્વીકારશો

 આપને છેલ્લી ઘડીએ તકલીફ આપવા બદલ માફ કરશો.

અને મારી નાની બેન માયા તે ની ડોરા સારાને આપવા વિનંતી કરે

છે. સ્વીકારશો.

with Regards

David ,Dominik and maya

આમ ત્રણ જણાએ ખુશ થઇ સાંતાને ટૅક્ષ્ટ મોકલ્યો.

મમ્મી ડેડી જોઇ ખુશ થયા.

ત્રણૅ ભાઇ બેને ડીસર્ટમાં મમ્મીએ બેક કરેલ,

 કુકી અને દુધ સાથેબેસી માણ્યા.

મમ્મીએ ત્રણૅને ઉપર બ્રસ કરવા મોકલ્યા.

મમ્મી ડેડી કિચનમાં એકલા પડ્યા.

મમ્મી બોલી માઇકલ હું મેરીને ફોન કરુ છું.

ત્યાં સુધી તું ડૉરા અને બુમબોક્ષ પેક કરી લે’

માઇકલે બોક્ષ તૈયાર કર્યા લેબલ લગાવ્યા

ટુ સારા ફ્રોમ સાંતા.

કેથીએ મેરીને ફોન કરી જણાવ્યુ તુ ફ્રંટ ડોર પાસે

ઉભી રહે હું તારે ત્યાં હમણા જ આવું છું.મેરી તારે

કશુ બોલવાની જરુર નથી આપણે બન્ને એ મળી

આપણા બાળકોની ઇચ્છા પ્રમાણે વર્તવાનુ છે અને

આપણા બાળકોની સાંતા પ્રત્યે શ્રધ્ધા દૃઢ કરવાની છે’.

આમ મેરીને કંઇ પણ બોલવાનો ચાન્સ કેથીઍ ના આપ્યો

અને સમય બગાડ્યા વગર બેઉ બોક્ષ લઇ મેરીના ઘેર ઉપડી.

મેરી દરવાજા પાસે જ ઉભેલ તુરત જ દરવાજો ખોલ્યો,

ગળગળા અવાજે બોલી ‘કેથી આટલુ બધુ તારે ન કરવુ જોઇએ’

મેરી તારે કંઇ જ બોલવાનું નથી મેં તને ફોન પર કહ્યું તેમ

આ મેં નથી કર્યુ આપણા બાળકોએ નક્કી કર્યુ છે.અને માતા તરીકે

આપણે બન્નેઍ તેમના નિર્ણયને માન આપવુ જ જોઇએ.

મેરીએ બન્ને બોક્ષ લઇ પોતાની કારની ટ્રંકમાં મુક્યા.

બન્ને બેનપણીઓ ભેટી,અને ત્યારે જ ઉપરથી ખરતો તારો

દેખાયો. બન્ને એકસાથે બોલી”one Angel got the wings”.

મેરીને ખરેખર કેથી એન્જલ સ્વરૂપ લાગી.

બોલી ‘ થેક્સ કેથી યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ’.

            ” Friend indeed

               when friend in need”

કહેવત કેથીએ સાર્થક કરી.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

2 Responses to મિત્રતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s