યુધ્ધની અકળામણ
આજે ચાર દિવસથી હીનાબહેન સમાચાર પત્રમાં સમાચાર વાંચી ચિંતા કરતા હતા, કરે જ ને તેમની દીકરી યુક્રેનની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. રાત્રે પડખા ફેરવે જમણી બાજુ ,કલાકમાં ડાબી બાજુ, હિતેનભાઈએ સવારે ચા-નાસ્તો કરતા પુછ્યું હીના તને રાત્રે શાની અકળામણ થાય છે? હજુ એટલી ગરમી પણ શરુ નથી થઈ! તને ગરમી લાગતી હોય તો એક મહિનો વહેલું એ સી શરુ કરી દઇશ.
‘ના હિતેન ગરમી નથી થતી મને આપણી હર્શીની ચિંતા છે ચાર દિવસથી એનો ફોન નથી, હું ફોન કરું છું તો રીંગ વાગતી નથી શું થયું હશે! ‘
અરે હું તને કહેતા ભુલી ગયો મનીશભાઈનો મને ઓફિસમાં ફોન હતો બધા વિદ્યાર્થીઓને ઇન્ડિયન એમ્બેસીમાં આસરો આપ્યો છે તેમનો દીકરો છેલ્લી ટ્રેન પકડી એરોડ્રામ પહૉંચી શક્યો. અત્યારે રેલ્વે પ્લેટફોર્મ પર રસિયન આર્મીએ કબજો કર્યો છે હર્શી અને બિજા ઘણા વિદ્યાર્થી અત્યારે એમ્બેસીમાં છે.
આજે ટી.વી ફોક્ષ ચેનલ પર જાણ્યું બધા યુક્રેન વાસીઓ પોલેન્ડ અને રોમેનિયા જય રહ્યા છે, પોલેન્ડ, રોમેનિયા આ બધા નિરાશ્રિતોને આસરો આપે છે. આપણી હર્શી ત્યાં પહોંચી હશે, આપણા વડા પ્રધાન નરન્દ્રભાઈ મોદી
અહીંથી પોલેન્ડ પ્લેન રવાના કરે છે આપણા દેશના વિદ્યાર્થી અને નાગરીકોને દિલ્હી લાવે છે અને નરેન્દ્રભાઈ તેમને મળે છે,હીના હવે તારે કશી ચિંતા કરવાની રહેતી નથી. આ વાતચીત ચાલતી હતી અને હીનાબહેનના સેલફોનની રીંગ વાગી ફોન ઉપાડ્યો હર્શી નો અવાજ હલ્લો મોમ હું દિલ્હી આવી ગઈ છું, આજે શ્રી નરેન્દ્રભાઈ સાથે વાતો કરી આવતી કાલે અમદાવાદ આવી જઈશ ટિકીટ બુક થશે ત્યારે ફ્લાયટની વિગત મોકલાવીશ.
હિતેશભાઇ બોલ્યા હર્શીબેટા આજે તારો આવાજ સાંભળ્યો આજે રાત્રે તારી મમ્મીને ખસખસાટ ઊંઘ આવશે.
બાય પપ્પા મમ્મી સી યુ સુન .
સમયને અનુકુળ અને તે પણ ગુજરાતીના ઘરની વાત!
મોદીની મદદે તો મુખોમાં શબ્દો ભરી દીધા!
‘ચમન’
Chiman Patel ‘chaman’
Note:
To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.
http://chimanpatel.gujaratisahityasarita.org/
http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
http://pustakalay.com/kavita.pdf
https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/
”
________________________________