સુર્યના પ્રથમ કિરણ જેવો સપ્ત રંગી, તેજસ્વી, કોમળ, ઈશાનો પહેલો પ્રેમ, રવિ સાથે બન્ને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા,સવારના વહેલા ઉઠી બન્ને સાથે ટ્રૅનમાં જાય સ્ટેશન ઊતરી ચાલતા કોલેજ પહોંચે.
બન્ને ડો. થયા, રવિને સ્કોલરશીપ મળતા અમેરિકા ગયો. ઈશાએ માતા-પિતાની ઈચ્છાનો આદર કરી, મુંબઈમાં પ્રેકટિશ શરુ કરી. રવિ અમેરિકામાં ભણ્યો ત્યાં જ પોતાની સાથે કામ કરતી નર્સ સાથે પ્રેમ લગ્ન કર્યા. ઈશા ખૂબ સુંદર દેખાવમાં કોલેજમાં ઘણા યુવકો તેની સાથે મિત્રતા કરવા આતુર હતા, ઇશા કોઈને દાદ નહોતી આપતી. એક દિવસ ઈશા ઓફિસમાં છેલ્લા દર્દીને તપાસ્યા બાદ ચાર્ટમાં પોતાની નોટ્સ લખી લખી રહી હતી, ફ્ર્ન્ટ ડૅસ્ક પરથી ટેલીફોન રણક્યો, ઇશા મનમાં કોણ હશે!ફોન ઉપાડ્યો, “હલો ભારતી અત્યારે કેમ ફોન કરે છે? “
“બેન,૫ વાગે એક ભાઈ આવ્યા છે તમને મળવા માગે છે, અમે સમજાવ્યા બેન ૫ વાગ્યા પછી કોઇને મળતા નથી. આવતી કાલે સવારના ૮ વાગે આવજો ,તે ભાઇ આજે જ મળવાનો આગ્રહ કરે છે”
શું નામ છૅ?
“નામ નથી જણાવતા કહે છે મને જવા દ્યો , મને ખાત્રી છે તમારા સાહેબ મને ઓળખી જ જશે”
હવે ઈશાની ઇન્તેજારી વધી કોણ હશે? જે આટલા વિશ્વાસથી મારા વિષે બોલે છે!
” ઓ કે ભારતી આવવા દે”
આવેલ ભાઈ ઓફિસમાં દાખલ થયા
એ ભાઈને જોયા યાદ આવ્યું કોલેજમાં સાથે ભણતો હતો તે રાકેશ, જે ઈશા સાથે મિત્રતા કરવા માટે કેટલા બધા પ્રયત્નો કરતો, વર્ષગાંઢને દિવસે સારી સારી ભેટ લાવતો, સિનેમાની ત્રણ ટિકીટ લાવી કહેતો આજે તું અને તારી બહેનપણી ઇલા આપણૅ ત્રણે સાથે જઈએ,ઈશાએ રાકેશની કોઇ ભેટ નો સ્વીકાર નહી કરેલ.
રરાકેશ અત્યારે શા માટે અહીં આવ્યો છે? તને ખબર તો છે હું તારી કોઈ ભેટ સ્વીકારીશ નહીં.
રાકેશ;”ઈશા હું તને ભેટ દેવા નથી આવ્યો એક સમાચાર દેવા આવ્યો છું, હું અમેરીકા ફરવા ગયેલ, ત્યારે હું રવિના ઘેર ગયો હતો મે જોયું તે તને કહું છું રવિએ એક અમેરિકન નર્સ જોડે પ્રેમ લગ્ન કરી લીધા છે તેને એક દીકરી પણ છે ,તું તેની રાહ જોયા કર,રવિ પાછો આવવાનો નથી. તું હવે મારી સાથે નહી તો કોઈ તારા કલીગ સાથે લગ્ન કરી લે.
ઈશા:-મને આ વાતની ખબર છે. રવિ મારો પ્રથમ પ્રેમ હું બીજા કોઇને પ્રેમ આપી શકીશ નહી,હું લગ્ન કરીશ નહી . બાય તું જઈ શકે છે .આવજે ફરી આવીશ નહીં.
રાકેશ હંમેશની માફક હતાશા સાથે ગયો.
આ વાતને બે વર્ષ વિત્યા. એક દિવસ રવિનો પત્ર આવ્યો, ઈશાએ વાંચ્યો
ઈશા ,
હું અમેરીકાથી મારી બે વર્ષની દીકરી સાથે કાયમ માટે ઈન્ડિયા આવું છું . આશા છે તું મને મળશે.અને મારી અમેરીકાની વાત સાંભળશે.
એજ તારો ને તારો જ રવિ.
ઈશા ઍરપોર્ટ રવિને લેવા ગઈ, રવિને ઈશાને જોયને ખૂબ આંનંદ થયો ,મનમા બોલ્યો ‘મારી ઈશા મને ભૂલી નથી ગઈ’.
ઇમિગ્રેસન ની વિધી પતાવી ઇશા ને મળ્યો બન્ને ભેટ્યા,
રવિ બોલ્યો મારી વ્હાલી મને ખાત્રી હતી તું મને એરપોર્ટ પર મળશે જ હું તને રોજ યાદ કરતો હતો.
તો પછી તે અમેરિકામાં નર્સ સાથે પ્રેમ લગ્ન કેમ કરી લીધા?
ઈશા એ પ્રેમ લગ્ન નહોતા,” એક દિવસ હું કોલ પર હતો એ નર્સ મારા રૂમમાં આવી મને લાલચ આપી ડો હું અમેરિકન સીટીઝન છું મારી સાથે લગ્ન કરશે તો તને તુરત ગ્રીન કાર્ડ મળી જશે,અને મે ગ્રીન કાર્ડ મેળવવા તેની સાથે લગ્ન કર્યા. મને ગ્રીન કાર્ડ મળી ગયું છે ગ્રીન કાર્ડ ધરાવનાર વ્યક્તીને અમેરીકામાં સારો જોબ મળે, જેથી હું ્મારા માતા-પિતાને ડોલર મોકલાવી શકું અને મારી નાની બહેન કોલેજમાં જઈ શકે અને મારી મોટી બહેનના લગ્નણ સારા ઠેકાણે થઈ શકે. તને તો ખબર છે મારાપિતાની સાધારણ આવક, આ બધો ખર્ચ શક્ય નહતો.
નર્સનું કાર અકસ્માતમાં અવસાન થયું છે, હું અહી કાયમ માટૅ આવ્યો છુંઆશા છે તું મને સ્વીકારશે હું મારી દીકરીને મારી માને સોંપીશ તેનો ઊછેર તેઓ કરશે “
વાત સાંભળી ઇશાની આખમાં આંસુ આવ્યા બોલી “રવિ તારે ગામડામાં તારી દીકરીને મોકલવાની જ્રરૂર નથી, થોડા દિવસ ગામ જઈ આવ પછી મારી ઓફિસમાં આપણે બન્ને સાથે પ્રેકટીસ કરીશું.તને અહીંની બે હોસ્પિટલ છે ત્યાં અમેરિકામાં ટ્રૅન થયેલ ડોકટરને તુરત એટેચમેંટ મળી જાય છે.”
રવિ બે દિવસ આરામ કરી ગામ ગયો. તેના માતા-પિતા પ્રથમ પૌત્રીને જોઈને ખૂબ ખુશ થયા.બન્ને ફૈબા ભત્રીજી ને જોઇને ખૂબ ખુશ થયા, ગામના બધા સગા વાહલા રવિને મળવા આવે બધા દીકરી મેરીને જોયને બોલે કેવી રૂપાળી ગોરી ગોરી છે!બન્ને ફૈબાએ તેનું નામ પાડ્યું મનીશા.નામ કરણ વિધી કરી બધા સગા વહાલાને જમાડ્યા અઠવાડીયું બધાએ સાથે આનંદ કર્યો. રવિને મુંબઈ જવાનો દિવસ આવી ગયો. આ આઠ દિવસ દરમ્યાન રવિએ અંધેરી માં આવેલ કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અરજી બધા સર્ટિફિકેટ્સ સાથે મોકલી આપેલ.
મુંબઈ પહૉંચ્યો ઈશાએ ઇન્ટરવ્યુ લેટર બતાવ્યો , બીજે દિવસે હોસ્પિટલ ગયો મુકેશ અંબાણીએ ઇન્ટરવ્યુ લીધો ગુજરાતી અમેરીકન ટ્રેન ડોકટર તુરત રવિને સારા પગાર અને રહેવાનું ક્વાટર્સ સાથે હાયર કરી લીધો.
સમાચાર ગામડે જણાવ્યા.રવિના માતા-પિતા મુંબઈ આવ્યા. થોડા દિવસ પછી રવિએ જણાવ્યું ઈશા સાથે લગ્ન કરવા છે, માતા-પિતાની હાજરીમાં બન્ને એ કોર્ટમાં લગ્ન કર્યા. થોડા દિવસ બાદ રવિએ મુકેશભાઈને જણાવ્યું કવાટર્શ ની જરૂર નથી અને તેઓ ઈશાને બંગલે રહેવા ગયા.ઈશા માનશીની માતા બની.રવિના માતા-પિતા રવિનો સુખી સંસાર જોઈને પાછા ગામ ગયા.
ં