આજે અચાનક આયશા અનન્યાને ઘેર આવી, બન્ને શાળા કોલેજમાં સાથે ભણેલા. બન્નેના લગ્ન થયા. પરણીને આયશા મુંબઈ ગઈ અનન્યા અમદાવાદમાં પોતાના પતિની સાથે ગવર્મેંન્ટ ઓફિસમાં કાર્યરત થઈ.આયશાને જોતા જ અનન્યા આયશાને ભેટી, બોલી અરે આયશા! what a pleasant surprise તને આજે તારી મુંબઈની વ્યસ્ત જિંદગીમાંથી સમય કાઢી મને મળવા આવવાની ફુરસત મળી ખૂબ આનંદ થયો, યાર જરા ફોન કરી જણાવ્યું હોત તો હું તને લેવા આવત અને થોડા દિવસની રજા લેત આકાસ ઓફિસના કામે બેંગલોર ગયા છે તો આપણે બન્ને સખી એકલી ફરવા જાત.
આયશા તો ક્શું બોલ્યા વગર અનન્યાના ખભા પર માથું ઢાળી રડવા લાગી, અનન્યા તેણીનો વાસો પ્રસરાવતી રહી, મનમાં વિચારો અરે! આયશાને શું થઈ ગયું ! કેટલી હસતી દેખાવડી પોતાની જાતે અગાસને પસંદ કરેલ બન્નેના માતા-પિતાએ રાજી ખુશીથી બન્નેના લગ્ન કરેલ. થોડી વાર અનન્યાએ કંઇ પણ બોલ્યા વગર આયશાને રડવા દીધી જેથી તેનું હૈયું હળવું થાય, બસ આસ્વાસન શબ્દોથી નહી તેના બેઉ હાથ અને વાસો પુરતા હતા.
પંદર વીસ મિનીટ સુધી મૌન, પછી ધીરેથી અનન્યાએ આયશાને સોફા પર બેસાડી, પાણી આપ્યું, પુછ્યું આયશા શું થયું છે ?અગાસની સાથે જગડો? તારા સાસુ- સસરા સાથે જગડો?
શું કરું અનન્યા હું તો હવે અગાશની રોજ રોજની રોક-ટોકથી અકળાય ગઈ છું”
“અમારે ત્યાં રસોઇયો અને નોકર હતા પરંતુ આકોરોનામાં અમારી સોસાયટી કોઇ કામકરવાવાળાને દાખલ નથી કરતી, તેથી મારે રસોઇ કરવાની, અને ઘરનું કામ કરવાનું, મારા સાસુ જરા પણ મદદ ન કરે તેમણે તો કોઇ દિવસ પાણીનો પ્યાલો પણ પોતાની હાથે નથી લીધો નોકરને બુમ મારે બાબુ પાણી આપ, હવે બાબુ નથી મહારાજ નથી હું સવારે વહેલી ઊઠી ચા સાથે ગરમ નાસ્તો બનાવું મારા સસરા અને અગાસ ઓફિસે જાય,સાથે લંચ ના ડબ્બા ત્યાર કરી આપું. મને એનો કશો વાંધો નહીં પરંતુ અગાસ મને કામ કરતી હોય ને ટોકે જોજે શાકમાં મીઠું ઓછું નાખજે મમ્મી- પપ્પાને બી-.પી છે, સાંજે ઘેર આવે તો પાછી કચ-કચ આયશા મને સાવ મોળું ફક ખાવાનું ભાવતું નથી શાક સાવ સુકું તેલ -મરચા મીઠા વગરનું. હું મારા સસરાને પુછું પપ્પાજી તમને કેવું લાગ્યું? તેમનો જવાબ અમે તો જેવું આપો તે ચલાવી લઈએ પણ અગાસ જુવાન એને તો જરા મસાલેદાર જોઇએ.
હું કંટાળી જેવી ટ્રેન શરુ થઈ ટ્રાવેલ એજન્ટ્ને ફોન કર્યો ટીકિટ બુક કરી, મારા સાસુ-સસરાને પુછ્યું હું થોડા દિવસ અમદાવાદ જાઉ છું અનન્યાને મળવા ત્યાંથી નવસારી મારા ભાઈને મળવા પણ જઈશ તેમના બે ત્રણ ફોન આવી ગયા, ત્રણ વર્ષ થયા કોઇને મળવા ગઈ નથી. અગાસ બોલ્યા આયશા તારા ભાભી પાસે થોડી નવી વાનગી શીખતી આવજે, અને હા તારી બહેનપણી તો અમદાવાદની એને તો બહુ સરસ નવું નવું બનાવતા આવડે ફાફડા, જલેબી બધુ શીખજે , આ મહારાજનો કોઈ ભરોષો નહી પાછો ના પણ આવે!!
“જો અગાસ હું ત્યાં આરામ કરવા જાઉ છું, રસોય શીખવા નહી અને અનન્યા તેણે શું કહ્યું સાંભળ સારું તો ત્યાં કાયમ આરામ કરજે. અનન્યા આ પ્રેમ લગ્નનું પરિણામ!!અને પાછી રડવા લાગી.
“આયશા રડ નહી હું સમજું છું તારી અકળામણ તું અહી મારી સાથે રહે તારા ભાઈ -ભાભીને મળવા થોડા દિવસ જઈ આવજે, તારે અગાસને ફોન નહી કરવાનો જોઇએ કેટલા દિવસ એ તારા વગર રહી શકે છે.
જુન મહીનામાં કોરોનાનો ત્રીજુ વરિયન્ટ આવ્યું પાછું મુંબઈમાં લોક્ડાઉન શરુ થયું, બે મહિના થયા મહારાજ ઘાટીના ઠેકાણા નહોતા સૌ પોતાના વતન જતા રહેલ. અગાસ અને તેના મમ્મી-પપ્પા અકળાયા, રસોય અને કામથી.એક દિવસ અગાસનો ફોન આવ્યો આયશાએ ઉપાડ્યો નહી મેસેજમાં જવા દીધો.
બીજે દિવસે મેસેજ અનન્યાની સાથે સાંભળ્યો,
“આયશા અમારી ભૂલ થઈ છે, અમને માફ કરી દે , હું તને ઘરકામમાં મદદ કરીશ, મમ્મી તને રસોy કરવામાં મદદ કરશે મહેરબાની કર પાછી આવ.”
“અનન્યા શું જવાબ આપું ?
હજુ રાહ જો બીજો ફોન આવે ત્યારે હું ઉપાડીશ સ્પિકર પર મુકી જવાબ આપીશ.
બીજે દિવસે પાછો ફોન આવ્યો અનન્યાએ ઉપાડ્યો હલો અગાસ હું અનન્યા કેમ છે?
‘સારું છે આયશા ક્યાં છે? “
“આયશા આરામ કરે છે તેનો હજુ મુંબઈનો થાક ઉતર્યો નથી “
‘એક મહિનો થયો હજુ થાક!
“ત્યાં બે મહિના સુધી તમે લોકોએ તેની પાસે રસોયાનું અને નોકરનું બેઉ કામ કરાવ્યા તો બે મહિનાતો લાગે ને થાક ઉતરતા,”
“સારુ ઊઠે ત્યારે ફોન કરાવડાવજે મારે તેની માફી માગવી છે”
“ભલે તારો મેસેજ આપી દઈશ,આવજે તારા મમ્મી- પપ્પાને મારા પ્રણામ”
આયશાએ બધુ સાંભળ્યું.
થોડા દિવસ થયા આયશાએ ફોન કર્યો નહી, એક દિવસ અનન્યાના ઘરની ડોર બેલ રણકી, દરવાજો ખોલ્યો સામે અગાસ, “અરે અગાસ ભૂલા તો નથી પડ્યાને અચાનક મારે ઘેર!”
“અનન્યા હું તારે ઘેર જ આવ્યો છું આવકાર આપશે કે જાકારો ?
“અગાસ અતિથી દેવો ભવ એ સંસ્કાર હું ભૂલી નથી, આવ, “
“અનન્યા હું આજે આયશાને ખાસ લેવા આવ્યો છું,તારી હાજરીમાં તેની માફી માગીશ મને ખબર છે મારી આયશા ઉદાર દીલની છે મને જરૂર માફ કરશે.
અંદર આવતાની સાથે અગાસ આયશાના પગમાં પડ્યો “આયશા મને માફ કરી દે, હું તને હંમેશા દરેક કામમાં મદદ કરીશ, હું તને આપણે ઘેર લઈ જવા આવ્યો છું “
“અરે અગાસ આ શું કરે છે ?બન્ને ભેટ્યા આયશા બોલી તને માફ તો કરીશ પરંતુ ખાત્રી શું? મુંબઈ ગયા પછી તું પાછો તારા મમ્મી-પપ્પાનો આજ્ઞાકારી દીકરો નહી બને,”
“અનન્યાની સાક્ષીમાં કહું છું હું નહી ફરી જાઉ “
અનન્યાએ સાંભળ્યું ખૂબ ખુશ થઈ બોલી સાબાશ. આયશા આવી હિંમત રાખજે.”
ત્રણે જણાએ ચા નાસ્તો કર્યા. બે દિવસ પછી આકાસ બેંગલોર્થી આવી ગયા, ચારે જણા સાથે ફર્યા કોલેજના જુના મિત્રોને મળ્યા આનંદ કર્યો.રવિવારે ગુજરાતમેલમાં આયશા અને અગાસ મુંબઈ રવાના થયા. દાદર સ્ટેસન અગાસના પપ્પા તેમને લેવા આવ્યા, ટેક્ષીમાં ઘેર પહોંચ્યા,મમ્મ્મીએ દરવાજામાં બન્નેના ઓવારણા લઈને આવકાબર્યા , મમ્મીએ બટેટા પૌવાનો ગરમ નાસ્તો અને ચા તૈયાર રાખેલ સૌએ સાથે બેસી ચા-નાસ્તો કર્યા,
મમ્મીએ પુછ્યું આયશા મારા બટેટા પૌવા તને ભાવ્યા?
મમ્મી ખૂબ ભાવ્યા,
હવેથી અઠવાડીયાના ત્રણ દિવસ હું સવારના ચા-નાસ્તો બનાવીશ તારે ફક્ત બેઉના ડબ્બા તૈયાર કરવાના અને સાંજની રસોય કરવામાં તને રોજ મદદ કરીશ.
મમ્મી આપણે બન્ને સાથે મળીને બધુ કામ કરીશું.
અગાસ બોલ્યો આયશા હું શનિ-રવિ બધુ ઘરનું કામ તારી સાથે કરીશ.
આ બધું સાંભળી આયશાની અકળામણ ભાગી ગઈ.
.
,
Very nice
Thanks Sureshbhai
આપનો પ્રતિભાવ મને પ્રોસ્તાહન આપે છે.
અમેરિકા ક્યારે આવો છો ? જણાવશો.