અનાથ છોકરી

          સલોની થાકેલી સવારના આઠ વાગ્યા આંખ ઊઘડી પરંતુ ઊઠી ન શકી.ટન…..ડોર બેલ સંભળાય તુરત ઊભી થઈ, બારણું ખોલ્યું, જોયું એક નાની છોકરી ઉમર છ-સાત વર્ષ રડમસ છેહરે સામે ઊભેલી, તેના ગળામાં એક દોરી સાથે ચીઠ્ઠીનો નેક લેસ જોયો, વિચારમાં પડી આ કોણ હશે? ચહેરો જોયો માનસપટ પર પરિચીત બાળકી યાદ આવી નામ યાદ નહી આવ્યું. તુરત અંદર લીધી,સોફા પર બેસાડી છોકરી સોફા પર બેસતા જ અવાજ કાઢ્યા વગર રડવા લાગી, સલોનીએ નેકલેસની ચીઠી વાંચી, ‘સલોની, હું આવું નહી ત્યાં સુધી આને સંભાળજે.
તારો સલીલ.’
સલોનીને છોકરીનું નામ યાદ આવ્યું આસી,આસીના માતા-પિતા અને મારા માતા-પિતા પાડોસી, આસીના મમ્મીને પ્રસુતી પિડા ઊપડી કે તુરત મારી મમ્મીને ફોન કર્યો, ‘સુમી આન્ટી મને પેઢુમાં દુ;ખાવો થાય છે અને કમ્મરમાં પણ થોડું દુ;ખે છે,’
મમ્મીએ પુછ્યું પાણી પડે છે? 
‘હા આન્ટી બાથરૂમ ગઈ તૈયારે થોડું લોહી સાથે પાણી પડેલ’
મારા મમ્મીએ તેને કહ્યું સારું તું અત્યારે આરામ કર ઘરનું કોઈ કામ કરીશ નહી, હું હમણાજ તારે ઘેર આવું છું, મારી મમ્મીએ મને કહ્યું ‘સલોની હું અનન્યાની સાથે હોસ્પિટલ જાઉ છું, તું અને તારા પપ્પા જમી લેજો મારી રાહ નહી જોતા,મને આવતા મોડું થાય અને કદાચ રાત રોકાવું પણ પડે સલીલ બહારગામ છે’ સુચના આપી મમ્મી ગાડીમાં પહોંચી અનન્યાના ઘેર, અનન્યાએ બારણું ખોલ્યું મારી મમ્મીએ તેને સુવડાવી તેના ક્લોસેટમાં ગઈ એક જોડી કપડા લીધા, અનન્યાના હાથ પકડી ઊભી કરીને ગાડીમાં પાછલી સીટ પર સુવડાવી બારણું વાસ્યું લોક કર્યું, મેમોરિયલ મેટર્નિટી પાર્કીંગમાં ગાડી પાર્ક કરી, ઇમર્જ્ન્સીમાં ફોન કર્યો તુર્ત સ્ટ્રેચર સાથે નર્સ તથા વોર્ડ બોય આવ્યા, મારી મમ્મીએ અને નર્સે જાળવીને અનન્યાને સ્ટ્રૅચર પર સુવડાવી તેને લેબર રૂમમાં લઈ ગયા, નર્સે તપાસી અનન્યાના કપડા લોહીથી ખરડાયેલા જોયા,કપડા કાઢી હોસ્પિટલની બ્લુ જોની પહેરાવી ઓ બી-જીવાય ડો પટેલને જાણ કરી રાખેલ. ડો આવ્યા તપાસ કરી આઠ મહીનાની પ્રેગનન્સી, બાળકનું માથું ઉપર, સોનાગ્રાફી કરી જાણ્યું આ બધું કરતા ૧૫ થી ૨૦ મિનીટ થઈ હશે ત્યાં સુધીમાં ઓપરેસન રૂમ તૈયાર થઈ ગયો, અનન્યાની સહી લીધી, મારી મમ્મીને જાણ કરી, મમ્મીએ સલીલને ફોન કર્યો. ઈમરજન્સી સિઝેરીયન થયું, દીકરીનો જન્મ થયો. એનેસ્થેસિયોલોજીસ્ટે અનન્યાનું બ્લડ ટાઈપ એન્ડ ક્રોસમેચ કરવા મોકલી આપેલ, કમનસીબે અનન્યાનું ગ્રુપ એબી નેગેટીવ હોવાથી બ્લડ મળ્યું નહીં. બીજી કોઇ બલ્ડ બેન્ક માં પણ નહી હોવાથી અનન્યાને બચાવી ન શક્યા અનન્યા પ્રભુને પ્યારી થઈ ગઈ.
સલીલ આવ્યો અનન્યાના પાર્થિવ દેહને વળગી રડવા લાગ્યો, “અનુ મારી પ્યારી અનુ મને છોડીને કેમ જતી રહી હું તારા વગર નહી જીવી શકુ, મારી મમ્મીએ તેના માથા ખભા પર હાથ પ્રસરાવ્યો તેને શાંત કર્યો “સલીલ તું ઢીલો થઈશ તો તારી દીકરીનું શું થશે તારે જ દીકરીને મોટી કરવાની છે તેના માટે તારે જીવવાનું છે,બોલી સલીલને બેબી નર્સરીમાં લઈ ગઈ કાચમાં થી બેબીને જોઈ નર્સને જણાવ્યું બેબીના ડૅડી છે, નર્સ બેબીને બહાર લાવી સલીલના હાથમાં આપી ‘જુઓ સલીલભાઈ તમારી દીકરી કેટલી સુંદર છે આઠમે મહિને આવી છે છતા ખૂબ તંદુરસ્ત છે ૮પાઉંડ વજન છે.’ સલીલ દીકરીને જોઈ ખુશ થયો સુમી આન્ટી એકદમ મારી અનન્યાના જેવી જ છે, હું એને સાચવીશ મારી અનન્યાની નિસાની.બેબીનું નામ તેણે આસી રાખ્યું, 

અનન્યાના પાર્થિવ દેહને મોર્ગમાં મુક્યો ૪૮ કલાક પછી અગ્ની સંસ્કાર થયા ત્યાં સુધી બેબીને મારી મમ્મીએ સંભાળી દર બે કલાકે  બોટલથી ગાયનું દુધ પીવડાવે ડાયપર બદલે. હું આ બધુ જોતી,સલીલને જોયો ત્યારથી હું  તેના તરફ આકર્શાયેલ, સલીલ બેબીને લઈ ગયો અને તેના બેન્ક મેનેજરને બધી વિગત જણાવી, મેનેજર સમજુ હતો તેણે સલીલને હ્યુસ્ટનની બેન્કમાં સ્થાયી જોબ આપ્યો, સલીલ સવારના આઠથી ચાર જોબ કરે ત્યારે આસીને પ્રાયવેટ ડે કેરમાં મુકે. આમ આસી મોટી થતી ગઈ,અવાર નવાર ડે કેરમા આસી બિમાર થતી ત્યારે સલીલ બેબીને અમારે ત્યાં મુકી જતો આમ આસી ૫ વર્ષની થઈ, કિન્નર ગાર્ડનમાં મુકી, 
સલીલ આસીને સવારના ૭ઃ૩૦ વાગે પ્રી સ્કૂલમાં મુકે સાંજે ત્રણથી ચાર આસી પોસ્ટ સ્કૂલમાં રહે
અમેરિકામાં વર્કીં પેરન્ટસ માટે આ સગવડતા.
બેન્કના બીજા કર્મચારીઑને સલીલની ઇર્શા થઈ તેઓએ સલીલને સંડોવ્યો તેના પર બેન્કમાંથી એક લાખ ડૉલરનો ગોટાળો કર્યાનો આરોપ મુક્યો, સલીલની ધરપકડ થઈ, સલીલ જેલરની રજા લઈ આસીને સ્કૂલથી લીધી ગળામાં આપણે ઉપર જોયું તેવું લખાણ લખેલ નેકલેસ પહેરાવ્યો આસીને અમારે દરવાજે મુકી, આસીએ પુછ્યું ડેડી આપણે આન્ટીના ઘેર જવાનું છે? બેટા તારે થોડા દિવસ આન્ટી સાથે રહેવાનું છે, 
ડેડી તમે ક્યાં જાવ છો?
મારે બહારગામ જવાનું છે. 
ક્યારે પાછા આવશો?
થોડા દિવસમાં આવી જઈશ
આમ આસી રડતા ચહેરે આવી સલોનીએ તેને તેડી સોફા પર સુવડાવી આસી સોફા પર અવાજ વગર  રડતા રડતા સુઈ ગઈ.
મમ્મી જાગી ગઈ પુછ્યું સલોની અત્યારમાં કોણ હતું?
મમ્મી સલીલ બેલ વગાડી આસીને દરવાજે મુકી વાત કર્યા વગર જતો રહ્યો,આસી સોફા પર સુતી છે.
હું આપણા બન્ને માટે ચા મુકું છું. અમે બન્ને એ ચા સાથે ખાખરા- ભાખરી બ્રેક્ફાસ્ટ કર્યો. આસી માટે દુધ ગરમ કર્યું. આસી ઉંઘમાં બોલતી હતી ડેડી મારી મમ્મી મને મુકી ભગવાનન ઘેર જતી રહી , ડૅડી તમે પણ મને મુકી જતા રહ્યા હું અનાથ … આ સાંભળી હું તેની પાસે બેઠી તેનું માથુ ખોળામાં લીધુ માથા-વાસા પર હાથ પ્રસરાવતા બોલી આસી બેટા તું અનાથ નથી, હું તારી મમ્મી છું. ઊઠ બેટા સવાર પડી, આસી સાંભળતા જ બેઠી થઈ મારા ગળે બેઊ હાથ પરોવી બોલી સાચું હું તમને મમ્મી કહું? હા કહે મને ગમશે.
હવે બ્રસ કરવા ચાલો મે તેને બ્રસ કરાવ્યું, રસોડાના ડાયનીંગ ટેબલ પર બેસાડી સિરીયલ -દુધ આપ્યા
આસી ચીરિયો ભાવશે? હા મમ્મી આજે મને બધું ભાવશે મારી મમ્મી મળી છે.
આસીને મમ્મી ટી વી જોવા બેઠા.
મે સલીલને ફોન કર્યો.
જેલરે સલીલને ફોન આપ્યો, સલીલ પાસેથી બધી હકીકત જાણી
મે સલીલને કહ્યું તું ચિતા નહી કર મારા અંકલ ક્રિમીનલ લોયર છે. હું તેમનો કોન્ટેક કરી તેમનો ફોન નંબર તને આપું છું 
પુછ્યું આસી શું કરે છે? 
સલીલ આસી મઝામાં છે, અત્યારે બ્રેકફાસ્ટ કરી મમ્મી સાથે ટી વી જોય રહી છે.
તારે વાત કરવી છે? ના મારો સમય પુરો થયો મુકુ છું આવજે.
આવજે.
સલોનીએ કાકાની ઓફિસે ફોન જોડ્યો
સેક્રેટરીએ ફોન ઊપાડ્યો
Patel and associate who is this?
I am his niece can I speak with my Uncle?
hold on I will connect you,
હલો કાકા હું સલોની, મારા મિત્ર સલીલ પર બેન્ક્માંથી ૧૦૦ થાઉસંડ ડોલરનો ગોટાળો કર્યાનો ખોટો આરોપ મુકાયો છે તમે તેને મદદ કરશો?
જરૂર કરીશ.
સલોનીએ આવજો કરી ફોન મુક્યો.
સલીલને કાકાનો નંબર આપ્યો.
સલીલે કાકા સાથે વિગતવાર વાત કરી. કાકાએ ધરપત આપી સલીલ આવા કેશ અમારી પાસે આવતા જ હોય છે. તું ચિંતા નહી કર,
સલીલે બેન્કે સામે કેશ લડવાની જાહેરાત કરી. 
કોર્ટમાં કેશ ચાલ્યો,બેન્કની પાસે ચોરીના કોઇ પુરાવા ન હતા.
ચુકાદો આવ્યો સલીલ નિર્દોષ જાહેર થયો.
સલોની સલીલ સાથે ઘેર આવી, આસી ખૂબ ખુશ થઈ બોલી મને મમ્મી અને ડૅડી બન્ને મળી ગયા.હવે આપણે બધા સાથે રહીશું,
સલોની અને સલીલ બન્ને બોલ્યા”હા બેટા આપણે સાથે જ રહીશું” 
સલીલનું ઘર સેલ પર મુક્યું, સલોની અને સલીલે થોડા નજીકના સગા અને મિત્રોની હાજરીમાં રજીસ્ટર મેરેજ કર્યા, મમ્મીએ સહુને જમાડયા.
સલીલે બે -ત્રણ બેન્કમાં અરજી કરેલ,  કોર્ટના ચુકાદાના પેપર સાથે ઈન્ટરવ્યું આપ્યા. બે મહીનામાં
એક નાની કોપરેટીવ બેન્કમાં નોકરી મળી ગઈ.

 

  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

      

    .

 

 

          

 .

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

1 Response to અનાથ છોકરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s