ઉદાસી (વાર્તા)

                             ઉષા અને ઉમા બન્ને બહેનપણીઓ સવારે સાથે ગાર્ડનમાં ચાલવા જાય, બન્ને વીસ વર્ષથી પાડોશી અને આ તેવોનો નિત્ય ક્રમ,સવારના છ વાગે ઉષા ઉમાના ઘેર પહોંચી જાય ઉમા દરવાજે ઊભી જ હોય બન્ને બહેનપણીઓ ચાલવા લાગે. ઉષા ગંભીર સ્વભાવની તેનું ધ્યાન નીચે જોઈ ચાલવામાં,આજુબાજુ કોણ ચાલે છે તે જોવાનું નહી એકસરખું ચાલ્યા કરે.

ઉમા હસમુખી જે સામા મળે બધાની સામે હશે,હાથ લાંબો કરે હસ્તધનુન કરે, ગુડમોર્નિંગ બોલે.
આજે ઉષા ઉમાના દરવાજે આવી ઉમા આજે ઉદાસ, રડમસ ચહેરે ઉભેલી, ઉષાની સાથે કંઇ પણ બોલ્યા વગર ચાલવા લાગી, ઉષાએ પુછ્યું અરે ઉમા આજે શું થયું છે? આવો ઉદાસ ચહેરો વીસ વર્ષમાં પહેલી વખત જોઉ છું!! ઉમા બોલી કશું થયું નથી આજે સવારથી જરા માથું દુઃખે છે, ઉષા એકદમ સિર્યશ થઈ ગઈ બોલી ઉમા ચાલ પાછા જઈએ તડકો થશે તેમ માથું વધારે દુઃખશે, ના પાછા જવાની જરૂર નથી ખુલ્લી હવામાં ચાલવાથી મારો  દુખાવો મટી જશે બોલી ચાલવાનું શરુ કર્યું.ઉષા ચાલવા લાગી
ઉષાએ આજે ચાલતા ચાલતા ઉમા તરફ જોયા કર્યું, ઉમાનો ચહેરો એકદમ ઉદાસ અને આંખના ખૂણે આંસુ ટપકતા જોયા, ઉષાએ ઉમાનો હાથ પકડી ગાર્ડનના બાંકડા પર બેસાડી, પોતે પણ બેઠી ઉમાએ ઉષાના ખભે માથું મુક્યું  કે તુર્ત અશ્રુધારા વહેવા  લાગી, ઉષાએ તેને રડવા દીધી તેનો ખભો બરડો પ્રસરાવતી રહી,
ઉમા રડતી બંધ થઈ, ઉષાએ હસતા હસતા ઉમાને પુછ્યું શું કારણ? આજ મારી પ્રિય સખી આટલું બધું રડી જાણે વીસ વર્ષના આંસુ ઠાલવી દીધા!!આવી ઉષાની રમુજ સાંભળી ઉમા હસી બોલી સાચી વાત ઉષા આજે વીસ વર્ષના લગ્ન જીવન પછી સમીરને છુટાછેડા જોઇએ છે!!
ઉષાઃ શું વાત કરે છે? એવું તે શું બન્યું?
ઉમાઃ આજે બાથરૂમનો દરવાજો બંધ કરતા જરા ભટકાય ગયો અને તેની ઉંઘ બગડી, અને મારા પર ગુસ્સે થઈ ગયા તને તો ભાન જ નથી, ઉંઘ બગાડવાની, નહાવવાની શું ઉતાવળ? બહુ ચોખી થવા જાય છે,ઉષા તને તો ખબર છે, હું ઘરની બહાર દીવો કર્યા વગર નથી નીકળતી,આ મારો રોજનો નિયમ છે. આજે પહેલી વખત  આમ થયું અને મને ખૂબ સંભળાવ્યું.
ઉષાઃઅરે ઉમા સમીરભાઈ ગુસ્સામાં બોલી જાય પણ કંઇ કરે નહી, મને ખબર છે મારી સામે ઘણી વાર જ્યારે તારી રસોઈ માટે તારા પર ગુસ્સે થઈ જતા ત્યારે હું કહેતી સમીરભાઈ ઉમાનું રીંગણ બટાકાનું ભરેલું શાક, અને કઢી મને અને મારા હસબંડને બહુ જ ભાવે છે, સમીરભાઈ બોલતા ઉષા તું તો તારી બેનપણીના વખાણ જ કરે ને, અને આપણે બન્ને હસતા, અને સમીરભાઈ ગુસ્સો ભૂલી આપણી સાથે હસવા લાગતા.
ઉમા તું ચિંતા નહી કર, તું જે કરતી હોય તે કર્યા કર,સમીરભાઈ એક દિવસમાં શાંત થઈ જશે.ચાલ હવે ખુલ્લી હવામાં ચાલીએ. બન્ને બહેનપણીઓ આનંદથી ચાલવા લાગી.
ડો. ઈન્દુબહેન શાહ.
http://www.indushah.wordpress.com

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s