અનુરાગ કશ્યપની આ ટચુકડી ફિલ્મમાં થોડામાં ઘણું કહેવાયું છે.નાનો બાળક ચોર એક જ જગ્યાએ રોજ જઠરાગ્નિને શાંત કરવા ખાવાનાની ચોરી કરે છે, તે શાળામાં ગયો નથી તેને કોઇએ સારું શું, ખરાબ શું વિષે સમજાવ્યું નથી. ફક્ત બધાની નજર ચૂકવી કેવી રીતે ચોરી કરવી અને દોડીને ભાગવું તે તેને આવડે છે. સ્ટોરના બે કામદારો વચ્ચેથી રસ્તો કરી સિફતથી ભાગે છે. આ ખાવાનું તે એકલો નથી ખાતો દૂર બેઠેલા પોતાના જેવા બીજા મિત્રો સાથે મળી આનંદથી મિજબાની કરે છે.છોકરાની હલન ચલન સાથે ફક્ત તાલ બધ્ધ પરકસન સંગિત મુકવાનુ પણ ડીરેક્ટર ભૂલ્યા નથી. અનેક ગરીબ ઘરના બાળકો ભારતમાં આવા કામ કરી રહ્યા હશે.અનુરાગ કશ્યપે તે ચિત્ર તાદૃષ્ય કચક્ડામાં કંડારી આપણી સમક્ષ રજુ કર્યું છે.
મુંબઇ નગરીની સવારની થતી ધમાલનું પણ ડીરેક્ટરે સુંદર ચિત્ર રજુ કર્યું છે,નેપથ્યમાં વાગતુ તાલ બધ્ધ સંગીત, કપ રકાબીના અવાજ માલિક નોકર વચ્ચે કામ સાથે થતા સંવાદ તેર નંબરને ચા, બે નંબરના પૈસા રસ્તા પરના કુતરાઓ.
આધેડ ઉમરનો માણસ બે વખત ચોર પકડૉ પકડોની બૂંમ મારે છે. ચોરને ચોરેલું ખાવાનું મિત્રો સાથે વહેંચતા જુએ છે, તેના મુખ પર કરૂણાના ભાવ ઘણું કહી જાય છે,પોતાનું ટીફીન બોક્ષ બંધ કરે છે.છોડ દો …છોકરો તો પછો એજ દુકાનમાં પોતાનું બિસ્કીટ ચોરવાનું કામ કરવા આવી ગયો, આજે ચૂપચાપ એક કપડુ લઇ તેમાં જે મળ્યું તે ભરવા લાગ્યો ગાસડી બાંધી ખભે લટકાવી સામે એજ માણસ છત્રી સાથે ઊભો છે, જોતા જ પોટલું નીચે મુક્યું દોડ્યો આધેડ માણસે ઉપાડી બેસાડ્યો બોક્ષ ભરી બિસ્કીટ આપ્યા, માલિકને વાતમાં વ્યસ્ત રાખ્યો, ચોકરાને જવા દીધો મુખ પર સંતોષ આનંદ …”Joy of giving”.
આજે છોકરાએ આધેડ માણસના હાથનો બોજ અને છત્રી ઉપાડ્યા ભાગ્યો, દુકાનના ઓટલે વસ્તુઓ મુકી શાંતિથી માણસની રાહ જોઇ, માણસે સટર ખોલ્યું પોતાની વસ્તુઓ જોઇ બન્ને મૌન એકબીજા સામે જોયું,બન્નેના મુખ પર અનોખા ભાવ, છોકરો તેના રસ્તે…એજ .નેપધ્ય સંગીત.આ બે પાત્રોની ઓલમોસ્ટ મુંગી ફિલ્મમાં અનુરાગ કશ્યપે ઘણું કહી દીધું. જોવા જેવી શોર્ટ ફીલ્મ.
અસ્તુ.
ડો ઇન્દુબેન શાહ