વાર્તા
આજે સવાર પડતા જ નિલીમાને સમાચાર મળ્યા તેના કાકાનો દીકરો કોરોનામાં સપડાયો છે, અરે કાલ સુધી બારણે બારણે કોરોનાના કેસ કેટલા છે માહિતી મેળવતો હતો, લોકલ ન્યુઝ પેપરને આપતો, પોતે સંપૂર્ણ સાવચેતી રાખતો લોકોને માસ્ક વગર જવાનું નહી વેક્સિનની લાઈનમાં ૬ ફુટ ડિસ્ટન્સ રાખી ઊભા રહેવાનું વગેરે..સુચનાઓ આપતો ત્યાં સુધી કે કોઈની પાસે માસ્ક ના હોય તો પોતે માસ્ક લાવી આપતો, મોટી ઉમરના ને શાક અનાજ વગેરે જીવન જરૂરિયાતની સામગ્રી પણ લાવી આપતો. આ બધુ કામ હસતા મોઢે કરે. તેનું નામ મનોહર બધાના મનમાં વસી જાય.
પોતાના દીકરા, દીકરી સુખી હતા, પપ્પા રિટાયર્ડ થયા પછી દીકરાને ત્યાં રહેતા, દીકરાની કોઇ રોક-ટોક નહી પપ્પાને સારું પેન્સન આવતું તે પોતાના માટે સેવામાં વાપરે તેનો કદી વાંધો ના લેતા, મનોહરના પત્નિ ખૂબ સમજુ પતિને અને બાળકોને સાથ સહકાર આપે પોતાની જરૂરિયાત ખૂબ ઓછી. આ રીતે તેઓનું સુખી સંયુક્ત કુટુંબ આનંદમાં રહેતુ, ૨૦૨૧ની સાલમા આવા કુટુંબ બહુ ઓછા જોવા મળે.
નિલીમા અને તેના પતિ ડો નિલેશ ખબર મળતા જ તેના ઘેર ગયા બધાના ટેસ્ટ કરાવ્યા બધાએ વેક્સિન લીધેલ તેથી રિઝલ્ટ નેગેટિવ આવ્યા મનોહરે વેક્સિન લીધેલ છતા કોરોના થયો હોસ્પિટલમાં સ્પેસિયલ રૂમમાં જગ્યા મળી ગયેલ નેસલ કેન્યુલા વડે ઑક્સિજન આપતા સેચુરેસન ૯૭-૯૮ ટકા રહેતુ સાધારણ તાવ ઉધરસ હતા ચાર દિવસ બધી દવાઓ આપી, ઓક્સિજન વગર સેચ્યુરેસન ૯૮- ૯૯ આવ્યું તે દિવસે ડોકટરે કહ્યું મનોહર આજે તને રજા આપીએ છીએ તારે મને એક પ્રોમિસ આપવું પડશે, બોલો સાહેબ શું પ્રોમિસ છે? તારે ૧૫ દિવસ ઘેર આરામ કરવાનો પછી તારો બ્લડ ટેસ્ટ કરીશું વેક્સિનના એન્ટિબોડિની તપાસ માટે સારું સાહેબ હું આરામ કરીશ. ૧૫ દિવસે એન્ટિબોડિ ટેસ્ટ થયો નોર્મલ જણાયો. છતા ડોકટરે સુચના આપી મનોહર સાવચેત રહેવું પડશે. પહેલાની જેમ બધે જવાનું નહી અને અમુક એરિયામાં તો બિલકુલ નહી, બરાબર સાહેબ સાવચેત રહીશ.
મનોહરે તેના સ્વભાવ મુજબ ૪ થી ૫ કલાક બધે ફરવાનું બધાને મદદ કરવાનું શરું કરી દીધું. ઘરનાએ બહુ વાંધો નહી લીધો. મહિનામાં ફરી કોવિડ ૧૯ માં મુટેન્ટ વાયરસનો ભોગ બન્યો આઇ સિ યુ માં દાખલ કર્યો વેન્ટિલેટર પર રાખ્યો હ્રદય કિડની બધા ઓરગન પર અસર થવા લાગી બધા સ્પેસ્યાલિસ્ટ આવ્યા ઘણી સારવાર કરી ૧૨ કલાકમાં મલ્ટિ ઓરગન ફેલ્યોરમાં મનોહરનો જીવાત્મા નસ્વર દેહ ત્યાગી ગયો. ગામ આખાને રડતા મુકી મનહર ચાલ્યો ગયો. કહેવાય છે ને સારા માણસની ભગવાનને પણ જરૂર પડે છે.