અરર..

 

                                                       અરર..

આ ફ્ક્ત ત્રણ અક્ષરનો શબ્દ, જ્યારે મુખમાંથી સરે ત્યારે કેટલા વિવિધ ભાવ દર્શાવે છે. ભય, દુઃખ, વિશ્મય, આશ્ચર્ય, વગેરે..

વાડામાં મુંઝાયેલ સાપ બીચારો નીકળ્યો બાર

સરરર ફૂંકાતા પવનની માણવા લહેર

     રમતા બાળ ગોપાળ દોડ્યા ગભરાઇ

     અરર બાપરે સાપ,ભાગો ભાગ્યા સૌ સૌના ઘેર

આ ચાર પંક્તિ બાળકોના માનસ પર ઊભરાયેલ ભયની લાગણી વ્યક્ત કરે છે. આ જગ્યાએ કોઇ વડીલ દાદા હોત તો શું બોલત?

” અરર..ખરે બપોરે તું કંઇથી નીકળ્યો! અલ્યા ભીખલા સાણસો લાવ પકડી  ફેંકું રોયાને દૂર વગડામાં.”

આમાં દાદાનું આશ્ચર્ય વ્યકત થાઇ છે.(મોટા ભાગે સાપ સંધ્યા સમયે કે રાત્રે જ બાહર નીકળે છે.).

હવે  મેક્ષીકોમાં મેં જોયેલ અનુભવની વાત કરું.અમો સાત આઠ  જણના ગ્રુપમાં રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ, શૉર્ટકટ લઇ હોટેલ તરફ જઇ રહ્યા હતા, ત્યાં અમારા મિત્રના બાના પગે અંધારામાં કંઇ અથડાયું , બા  પ્રોઢ અવસ્થાએ પહોંચેલ,શ્રધાળુ, શ્રાવણ મહિનામાં બહારગામ જવું પસંદ ના કરે. પરંતુ દીકરા વહુને બાને એકલા ઘેર નહોતા રાખવા તેથી પરાણે કચવાતા મને બા આવેલ.પગમાં કશુક અથડાતા ખરેખરા ગભરાઇ ગયા, અને જે બોલ્યા તે હું પદ્યમાં રજુ કરું છું.

 

મેક્ષીકોની અંધારી કેડીએ ચાલતા

ઉદગાર મુખેથી સર્યા

અરર આ શું પગે અથડાયું?

પગમાં શું વિંટળાઇ ગયું?

અરર બચાવો સાપ વિંટળાયો પગે

જલ્દી ટોર્ચ લાઇટ લાવોને સામે

ધરો હટાવો દુષ્ટ ઝેરી નાગને,

હે નાગ દેવતા નાગ પંચમી આજે

છોડ મને, હું વ્રત રાખીશ વચન દૌ તને

પૂજન કરી ધરાવીશ કુલેર દુધ તને

સેંકડૉ વંદન નાગ પંચમીને દિને

ૐ નમઃ શિવાય ૐ નમઃશિવાય

બચાવ ભોળાનાથ મને

ભૂલ થઇ  અંધારામાં પગ અડ્યો

મારો નાગ દેવતાને,બોલાવ એને

પાછો, તું દયાળુ ભોળાનાથ મારો.

ત્યાં તો થયો ઝબકારો વિજળીનો

જોઉ દોરડું વિંટળાયેલ પગે

પહોળી આંખો, મુખ  ઉદગાર કરે

અરર આ તો  ઠાલો ભ્રમ હતો

દોરડાને સાપ માની લીધો.

અહીં પહેલા પ્રશ્નાર્થ, આશ્ચર્ય, ભય અને છેલ્લા અરરમાં હર્ષની  લાગણી,વ્યક્ત થતી જણાય છે.

મને ઉપનિષદમાં અપાતા રસ્સી સાપના ઉદાહરણ યાદ આવી ગયા. વિજળીના પ્રકાશમાં, દોરડું દેખાયું જે સાપનું અધિષ્ઠાન હતું, તેમ જ્ઞાનરૂપી પ્રકાશ અંતકરણના અંધકારને દૂર કરી, બ્રહ્મન,સૃષ્ટિના અધિષ્ઠાનનું જ્ઞાન કરાવે છે.

બીજો એક પ્રસંગ. અમારા મિત્રને ત્યાં બર્થ ડૅ પાર્ટીમાં બન્યો, પાર્ટી પત્યા બાદ, દિવાન ખંડ અને હોલવેમાં  બે ચાર બાળકો દોડા દોડી કરતા હતા, તેમાં મારા મિત્રની દીકરી ડોલી કોફી ટૅબલ સાથે અઠડાઇ પડી. કપાળમાંથી લોહી ટપકવા લાગ્યું ,તેની મમ્મી સીમા  દોડતી આવી અરર મારી બેબી પડી ગઇ ૯૧૧માં ટેલિફોન કરો જલ્દી ઈ.આરમાં લઇ જાવ.બેબીના પપ્પાએ બેબીને ખોળામાં લીધી, મારા પતિએ તેમનો હાથ રૂમાલ ઘા પર બાંધ્યો  મે આઇસ પેક ફ્રીઝરમાંથી કાઢી તેના પપ્પા સુરેશભાઇને ઘા પર દબાવી રાખવા કહ્યું ,જારમાંથી લોલી પોપ કાઢી બેબીને આપી. લોલીપોપ જોતા જ ડોલીનું રડવાનું બંધ થયું.આરામથી ડૅડીના ખોળામાં બેસી લોલી પોપ ચૂસવા લાગી.પરંતુ તેની મમ્મીનું રડવાનું બંધ ના થયું, “અરર કપાળ વચ્ચો વચ્ચ કેવડો મોટો ઘા થયો,ઇન્દુબેન કહોને કેટલા ટાંકા આવશે?”મેં તેમને શાંત પાડ્યા જો સીમા ઇ.આરમાં ડૉ. તને બધુ સમજાવશે,તું અત્યારે આ બધી ચિંતા ના કર.” અને  અમે બન્ને ડોલીના મમ્મી ડૅડી સાથે મેથોડિસ્ટ હોસ્પિટલ ગયા, બેબીના બીજા સગા વહાલાને બીજી ગાડીમાં આવવા જણાવ્યું. રસ્તામાં પણ સીમાનું રડવાનું અને પ્રશ્ન ચાલુ જ, અરર કેટલું બધું લોહી નીકળ્યું મારી બેબી ટાંકાની સોય કેમ કરી સહન કરશે,રમેશભાઇ આપણને બેસાડી તો નહીં રાખેને ?”જો સીમા પિડ્યાટ્રિક દર્દીને બેસાડી ના રાખે તુરતજ લઇ લેશે તું ચિંતા નહીં કર”.

અમોને ઈ.આર.ના ડૉર પર ઉતારી સુરેશભાઇ ગાડી પાર્ક કરવા ગયા.પિડયાટ્રિક હેડ ઈન્જરી કેસ હોવાથી તુરતજ ડૉલીને એક્ષામ રૂમમાં લઇ ગયા, નર્સે હિસ્ટ્રી વાયટલ વગેરે પ્રાથમિક વિધિ પૂરી કરી. ઈ.આર ડૉ.આવ્યા ઘા ખોલી તપાસ્યો નર્સે ડૉલીને ડૉ.ના કહેવાથી બીજી લોલી પોપ આપી જે પેન કીલર હતી. તપાસ બાદ રમેશ આવ્યા. રૂમમાં બેથી વધારે ના જઇ શકે તેથી હું અને સીમા વેટીંગ રૂમમાં હતા, રમેશને જોતાજ સીમા ઊભી થઇ રમેશભાઇ શું થયું? કેટલા ટાંકા આવશે? “સીમાબેન ચિંતા કરવા જેવું નથી, ઘા ખાસ ઊંડો નથી,આઠથી નવ ટાંકા આવશે. સાંભળી સીમાને અરેરાટી થઇ ,”અરરર એટલા બધા. રૂઝ કેટલા વખતે આવશે? સ્કાર રહેશે”? “સીમાબેન સ્કાર તો રેશે પરંતુ મોટી થતા દેખાશે નહીં અને જો દેખાય તો કોસ્મેટૉલોજીસ્ટ પાસે લેઝર ટ્રિટમેન્ટ કરાવાય. હવે નવી ટેકનોલોજીથી બધુજ શક્ય છે એટલે તમે ચિંતા છોડૉ અને તમે બે અંદરજાવ ડોલીને મળી આવો.

અમે બન્ને અંદર ગયા ડોલીને દુઃખાવાની દવા આપેલ એટલે એતો ઘસઘસાટ ઊંઘતી હતી. નિર્દોષ બાળાને પોતાના ચહેરાની કોઇ ચિંતા નથી. ટાંકા લેવાય ગયા, રમેશે સુરેશભાઇને ઘેર  ફોન કરી જણાવી દીધું કોઇએ હોસ્પિટલ આવવાની જરૂર નથી. ડોલીને ટાંકા લેવાય ગયા છે. ઘા ઊંડો નહતો ,સાંજે રજા મળી જશે.સાંજે કપાળની વચ્ચો વચ્ચ ડ્રેસીંગ પહેરેલ ડોલી ઘેર આવી. ડોલીની દાદીમા ડોલીને જોતાજ બોલ્યા અરરર મારી રૂપાળી, નમણી દીકરીને કોની નજર લાગી ? કપાળ વચ્ચોવચ્ચ ચમકતી બીંદી શોભે ત્યાં મોટો ઘા પડ્યો. મેં બાને સમજાવ્યા બા રૂઝ આવી જાય પછી તમે જોજો તમારી ડોલીનો ચેહરો એવોજ રૂપાળો લાગશે. તમે દાકતર તો એમ જ આશ્વાસન આપો બાકી ભગવાને જે રૂપ આપ્યું તે તમે ન આપી શકો.

 

 

 

 

 

 

 

 

 

 

 

1 Responses to અરર..

  1. સુરેશ કહે છે:

    અરર! સાથે સંકળાયેલ પ્રસંગો વાગોળવાની મઝા આવી.
    અરર પર ગીત…
    અરર બાલુડાં, બાપડાં અહો !
    આગળની લીટીઓ ભુલાઈ ગઈ છે.

Leave a comment