ઇસ્ત્રીવાળો રહીમ

દર બે ત્રણ વર્ષે રીના અને રિતેષ ભારત જાઇ, ફરવા કરતા

સગા વહાલા અને મિત્રોને મળવામાં વધારે આનંદ,આ વખતે

ગયા,ત્યારે  અઠવાડીયું ફર્યા બાદ તેમના ગામ ગયેલ,ખાસ મિત્ર

દિનકરભાઇને ત્યાં રહેલ, અમદાવાદ બે  લગ્નમાં હાજરી આપી .

પછી રીનાના ભાઇ બેનને ત્યાં બે દિવસ વલસાડ ગયા . એટલે ઇસ્ત્રી અને ધોવાના કપડા સારા એવા ભેગા થયેલ .

સગુણાભાભીએ રીનાને કપડા કાઢવા  જણાવ્યું,રીનાએ કપડા કાઠ્યા,

રહીમ ઇસ્ત્રીવાળૉ ઘણા વર્ષોથી રોજ  કપડા ગણી ડાયરીમાં પોતે લખે અને બીજે દિવશે પોતે  ઇસ્ત્રી  થયેલ ગણી મુકે અને બાકીના ગણી લખી લૈ જાય.આ તેનો રોજનો નિયમ, ઘરના કોઇ સભ્યને કે મહેમાનને કોઇ જાતની ફરિયાદ નહીં ,રહીમ આમ ઘરના સભ્ય જેવો.

બીજે દીવસે સાંજે ઇસ્ત્રી થયેલ કપડા મુક્યા,બીજા કપડા

ગણ્યા ડાયરીમાં લખી ઉભો રહ્યો.

સગુણાભાભીએ પુછ્યું “અલ્યા કેમ ઉભો છે? પૈસા જોઇએ છે?”

રહીમને સારા માઠા પ્રસંગે એડવાન્સ પૈસા જોતા હોય ત્યારે આમ જ મુંગો ઊભો રહે, સગુણાભાભી તેનો ચહેરો જુવે ,રહીમની મુંજવણ સમજી જાય. અને પૂછે ત્યારે રહીમ બોલે.

રહીમ બોલ્યો ‘બેન પૈસા તો મહીને લેવાના હોઇ, આ તો મારે

દેવાના છે”.

” તારે દેવાના ના હોઇ આ મહીનાના હીસાબમાં વાળી લઇશ,જોયો

મોટો પૈસાવાળો જા હવે તારા બાપા દુકાને એકલા હશે”,બોલી સગુણા

ભાભીએ રહીમને તેમના  સ્વભાવ મુજબ મીઠો  ઠપકો આપ્યો.

રહીમ બોલ્યો “બેન આ હીસાબના પૈસા નથી આ તો અમેરીકાવાળા

સાહેબના ઝબ્બાના ખિસ્સામાંથી પૈસા મળ્યા તે આપવાના છે’ .

ને રહીમે ૧૦૦ $ ની નોટ સગુણાભાભીને આપી.

રીનાએ રહીમના સામે જોયું, નેત્રોમાં સચ્ચાઇના દીવા ઝળહળતા જોયા.તુરત જ પર્સમાંથી ૫૦૦રૂ ની નોટ કાઢી રહીમને આપવા,

રહીમ લે તારી બક્ષીશ

ના બેન મારાથી હક વગરના પૈસા ના લેવાઇ, મારા બાપા વઢે,

રહીમ લૈ લે બેન તને રાજી ખૂશીથી આપે છે, હું તારા બાપાને વાત કરીશ.સગુણાભાભીએ સમજાવ્યો ત્યારે માંડ માંડ

રહીમે પૈસા લીધા.

રીના મનમાં બોલી કોણ ચઢે? લાંચ રૂશ્વત લેતા પ્રધાનમંત્રી કે ગરીબ રહીમ!

ખરેખર ભારતમાં મહાત્મા ગાંધીની સચ્ચાઇ રહીમ જેવા ગરીબ માણસે જ પચાવી છે .

 

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in શાંતિ ટુંકી નવલિકા. Bookmark the permalink.

2 Responses to ઇસ્ત્રીવાળો રહીમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s