કુસંગતિના વાદળોએ ઘેરાય
માનસપટે ઉન્માદ ભયંકર
દસે આંગળા ફટફટે ન ધરાય
કાળા ધુંધળા માનસપટે અંધકાર
ગામો શહેરો ઉજ્જડ કરે જાય
રો,કકળ ચિત્કાર કર્ણે સંભળાય
થાકેલ સૂતેલ માહ્યલો ખળભળે
દોડી પહોંચ્યો ઉભો પ્રભુ દ્વારે
કરી પ્રાર્થના સપ્રત્યય ભાવે પ્રભાતે
શૂન્ય નેત્રો ભેટ્યા કરૂણા સભર નેત્રે
પડળ વિખરાય સુવિચાર શુધ્ધ ચિત્તે
જાગૃત પસ્તાય સમર્પણ અશ્રુ ધારે
ચિત્ત શુધ્ધિકરણ ઇશ્વર કૃપા વરસે