ઉડતા વિહંગ સાથ ઉડવું છે મારે
પરોઢના સ્વપ્નમાં મલકવું છે મારે
મસ્તી હાર જીતની માણવી છે મારે
નિરાશામાં, કિરણ એક જીલવું છે મારે
જિંદગીમાં જંજાવાત આવે ને જાય ભલે
સહજ હલેસે જીવન વહેવવું છે મારે
પાપણના પલકારામાં કહેવું છે મારે
મલકાતા મૌનમાં સમજવું છે મારે
બિહામણા અંધકાર ઓઢેલ રાત્રીએ
ઉડતા આગિયા જીલી ચમકવું છે મારે
આ જીવન સરળ જીવવું છે મારે !!!!!!!! સરસ